ગાંધીનગર: ગાંધીનગરમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન જાહેર આયોજન થતા ગરબા સ્થળો માટે મનપાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દ્વારા SOP જાહેર
ગાંધીનગરમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન જાહેર આયોજન થતા હોય તેવા ગરબા સ્થળો માટે મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દ્વારા જાહેર સલામતી અને ફાયર સેફ્ટીને લઇને એસઓપી જાહેર કરવામાં આવી છે. જે મુજબ આયોજકોએ પંડાલની ક્ષમતા મુજબ જ વ્યક્તિઓને પ્રવેશ આપવો પડશે અને પ્રત્યેક વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી 1 ચોરસ મીટર જગ્યા સુનિશ્ચિત કરવી પડશે. આ ઉપરાંત, મંડપમાં પ્રવેશતા દર્શકો અને ખેલૈયાઓનો દૈનિક રેકોર્ડ પણ રાખવાનો રહેશે.