ભુજ: સરસપર પાટિયા પાસે ટ્રકચાલક પર હુમલો કરાયો
Bhuj, Kutch | Sep 23, 2025 તાલુકાના સરસપર પાટિયા પાસે ટ્રકચાલક પર કેટલાક શખસો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેથી તેને ઈજાઓ થતાં સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ખાવડા ગામનો ૨૬ વર્ષીય નઝામ મુસા સમા તા.૨૨ના રાત્રે ૧૨:૩૦ વાગ્યાના અરસામાં સરસપર પાટિયા પાસેથી ટ્રક લઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન તેને રસ્તા પર રોકીને જૂની અદાવતના મનદુઃખના કારણે જુસબ ઇબાહીમ, ઈમામ જુસબ, રસી