વડોદરા: ગુજેસીટોકના ગુનાના વોન્ટેડ આરોપી લિકર કિંગ અલ્પુ સિન્ધિને ક્રાઈમ બ્રાન્ચે હરિયાણાથી ઝડપી પાડ્યો
વડોદરા : પોલીસે દારૂના ધંધા ઉપર કાબુ મેળવવા માટે લિસ્ટેડ બુટલેગર અલ્પુ સિન્ધિ સહિત આઠ આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો.જેમાં 5ની ધરપકડ કરવામાં આવી હતું.મુખ્ય સૂત્રધાર અલ્પુ છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા રાજ્યમાં ફરતો હોવાથી પોલીસ તેને શોધી રહી હતી.52 જેટલા ગુનામાં સંડોવાયેલો અલ્પુ SMCની રેડમાં પકડાયેલા 20 લાખના દારૂ તેમજ ફતેગંજ બ્રિજ પર હત્યાનો પ્રયાસના ગુનામાં પણ વોન્ટેડ હતો.હરિયાણાના ગુડગાંવ ખાતે એક પીજીમાંથી અલ્પુને ઝડપી પાડ્યો હતો.