પૂર્વ કચ્છની ગળપાદર જિલ્લા જેલમાં અમદાવાદની પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટી કચેરીની ઝડતી સ્ક્વોડે અચાનક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન, જેલના 1,8 અને 11 એમ અલગ-અલગ બેરેકના શૌચાલયોમાંથી પ્રતિબંધિત એવા કેચાડા કંપનીના સીમ વગરના ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. એક પણ કેદીએ આ મોબાઈલ પોતાના હોવાનું કબૂલ્યું નહોતું, જેથી બિનવારસુ હાલતમાં મળેલા આ ફોન કોણે અંદર મૂક્યા હશે અને કોના હશે તેની તપાસ શરૂ થઈ છે.