ગાંધીનગર: કૃષિ મંત્રી રાઘવજી પટેલે ટેકાના ભાવે કપાસની ખરીદીને લઈને પ્રતિક્રિયા આપી
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે ગાંધીનગર ખાતે ભારત સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ના અધિકારીઓ સાથે કપાસની ટેકાના ભાવે ખરીદી સંદર્ભે બેઠક યોજી હતી. આ બેઠકમાં કૃષિ મંત્રીશ્રીએ CCI દ્વારા ટેકાના ભાવે કપાસની કહ્રીડી માટેના આયોજનની સમીક્ષા કરીને જરૂરી સૂચનો કર્યા હતા અને ગુજરાતના ખેડૂતોના વિવિધ પ્રશ્નો પણ રજૂ કર્યા હતા. આ બેઠકમાં સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી સહિત ભારતીય ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર. કે. પટેલ ઉપસ્થિત રહ્યા હતા