વડોદરા પૂર્વ: લ્યો બોલો: બુટલેગર પાસેથી 1.62 કરોડ નું સોનુ મળ્યું, પોલીસે તમામ સોનુ સીઝ કર્યું
જેલમાં ધકેલી દેવાયેલી રાકેશ ઉર્ફે લાલાની પત્ની સીમાનો સિટે જેલમાંથી કબજો મેળવ્યો હતો અને તેને સાથે રાખી બેંકોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં યુનિયન બેંક તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આ કુંટુંબના પાંચ એકાઉન્ટો મળ્યા છે જ્યારે અન્ય બેંક એકાઉન્ટો માટેની તપાસ ચાલું છે.