માણાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હથિયારના ગુનામાં સંડોવાયેલ આરોપી શંકર ઉર્ફે શંકરો ભૂરજીભાઈ મંડોર છેલ્લા 17 વર્ષથી નાસતો ફરતો હતો. દરમિયાન આરોપી પોતાના ગામ દાહોદ જિલ્લાના ગુલબાર ગામે હોવાની બાતમી મળતા માણાવદર પોલીસે જઈ આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.