ગુરૂવારના 5:30કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ વલસાડ રેલવે પોલીસની ટીમ પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર આવેલી ટ્રેનમાં ચેકિંગ દરમિયાન એક મહિલા ઉપર પ્રોહીબિશન અંગે શંકા ગઈ હતી. જેના આધારે ચેક કરતા તેની પાસેથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે તમામ મુદ્દા માલ કબજો લઈ સંજુલા દેવી સામે પ્રોહીબશન અંગે ફરિયાદ દાખલ કરી છે.