થરાદ: ધરણીધર તાલુકાના ઉમેદપુરા ગામે શિક્ષક મહાદેવભાઈ આલના વય નિવૃત્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ધરણીધર તાલુકાના ઉમેદપુરા ગામે શિક્ષક મહાદેવભાઈ આલના વય નિવૃત્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિયોદર તાલુકાના ધારાસભ્ય કેસાજી ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ધારાસભ્ય કેસાજી ચૌહાણે નિવૃત્ત થઈ રહેલા શિક્ષક મહાદેવભાઈ આલને શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં મહાદેવભાઈ આલ સહિત ઉમેદપુરાના આલ પરિવારે પણ તેમને શુભકામનાઓ આપી હતી.