ભાવનગર ગ્રામ્ય મામલતદાર ની ટીમે ફરિયાદકા ગામેથી ખનીજ ચોરી કરતાં વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા .મળતી વિગતો અનુસાર ભાવનગર ગ્રામ્ય મામલતદાર ની ટીમ ગામડાઓમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે ભાવનગર નજીકના ફરિયાદકા ગામે ખનીજ ચોરી થતી હોવાની બાતમી મળતા સ્થળ પર રેડ કરી ત્યાંથી ટ્રેક્ટર jcb સહિતનો સામાન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.