કેશોદ: બોડી રોડ ઉપર ટ્રેક્ટર અને થ્રેશર વચ્ચે અકસ્માત સર્જાતા ચાર મજૂરોને ઈજા, તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
બોડી રોડ ઉપર અકસ્માતની ઘટના બની હતી. કરથિયાના પુલ ઉપર રોડા આવતા ગઢાળી નું ટ્રેક્ટર અને થ્રેસર વચ્ચે અકસ્માત થયો હતો. ટ્રેક્ટરના હુકમાંથી થ્રેસર છૂટી જતા તેમાં બેઠેલા ચાર મજૂરોને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તેમજ અજાબ ગામના સરપંચ મગન અઘેરા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્ત અને 108 મારફત હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.