નખત્રાણા: ખીરસરા રોહાના રામેશ્વર મંદિરમાં ચોરી
: તાલુકાના ખીરસરા રોહા ગામમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરમાં ઘુસી તસ્કરો દ્વારા મંદિરમાં રખાયેલ દાન પેટીનું તાળુ તોડી તેમાંથી અંદાજી ૨૫૦૦ રોકડની ચોરી કરી નાસી છુટા હોવાની ફરિયાદ નખત્રાણા પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. મંદિરમાં ચોરી થતાં ગ્રામજનો સહિત શિવભક્તોની લાગણી દુભાઈ હતી