બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ સ્ટેશનની શી ટીમની સંયુક્ત ઉમદા કામગીરી
Botad City, Botad | Sep 29, 2025
બોટાદ જિલ્લામાં સોશિયલ મીડિયાનું દુરુપયોગ કરીને એક પરણીત મહિલાને માનસિક તણાવમાં આપવાના કેસમાં બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર તથા મહિલા પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવ્યાં હતાં.30 વર્ષીય પરણીત મહિલાનાં ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતાં એક પરિચિત યુવક સામે પોલીસ તંત્રે તાકીદે હસ્તક્ષેપ કર્યો હતો. કાઉન્સેલિંગની પ્રક્રિયામાં યુવકને સાયબર ક્રાઇમ સંબંધિત કાનૂની જોગવાઈઓની જાણ કરવામાં આવી હતી