બગસરા: બગસરા ડેપો દ્વારા વડિયા–બગસરા વિસ્તારની જનતા તથા દાહોદ વિસ્તાની બસ શરૂ
બગસરા ડેપો દ્વારા વડિયા–બગસરા વિસ્તારની જનતા તથા દાહોદ વિસ્તારથી આવનારા ખેત મજૂરોને ધ્યાનમાં રાખી ખાસ બસ સેવા શરૂ કરવામાં આવી છે.હવે બગસરા થી ફતેહપુરા રૂટ પર નવી બસ દોડાવવામાં આવી છે, જેનાથી આ વિસ્તારમાં રોજગાર માટે આવતા દાહોદના મજૂરોને મોટી સુવિધા મળશે.દર વર્ષે મોટી સંખ્યામાં દાહોદ, ઝાલોદ તથા આજુબાજુના વિસ્તારોમાંથી મજૂરો અમરેલી જિલ્લામાં કૃષિ કામ માટે આવે છે. અત્યાર સુધી મુસાફરીમાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો..