ઉધના: સુરતના વેસુમાં માર્ગ અકસ્માતમાં સગીરાનું કરૂણ મોત: જો હેલ્મેટ પહેર્યું હોત તો આજે જીવતી હોત, પરિવારે વ્યક્ત કર્યું દુઃખ
Udhna, Surat | Sep 15, 2025 સુરત: રાજકોટમાં હેલ્મેટના નિયમ સામે વિરોધ ચાલી રહ્યો છે ત્યારે સુરતમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ટ્યૂશન જઈ રહેલી એક સગીરાનું મોપેડ સ્લિપ થઈ જતાં માથામાં ગંભીર ઈજા થવાથી કરુણ મોત થયું છે. જો તેણે હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ આજે તે જીવતી હોત, તેમ તેના પરિવારે ભારે હૈયે જણાવ્યું છે.આ ઘટના સુરતના પીપલોદ વિસ્તારમાં બની હતી. ડી.પી.એસ. સ્કૂલ પાસે રહેતી ૧૫ વર્ષીય કાવ્યા ઓમપ્રકાશ અગ્રવાલ પોતાનું મોપેડ લઈને ટ્યૂશનથી ઘરે પરત ફરી રહી હતી.