અડાજણ: સુરત:દક્ષિણ ગુજરાતમાં ભારે ધુમ્મસ: કેરી, ચીકુ અને ઘઉંના પાક પર જોખમ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ
Adajan, Surat | Jan 18, 2026 દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વહેલી સવારે જોવા મળી રહેલા ધુમ્મસભર્યા વાતાવરણને કારણે ખેતીના પાક પર સંકટના વાદળો છવાયા છે. વાતાવરણમાં આવેલા આ અચાનક પલટાને લીધે ખાસ કરીને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે જગતનો તાત ચિંતામાં મુકાયો છે.દક્ષિણ ગુજરાતની શાન ગણાતી હાફૂસ અને કેસર કેરીના પાક પર આ ધુમ્મસની ગંભીર અસર જોવા મળી શકે છે.