બુધવારના 6 કલાકે મળેલા સીસીટીવી ફૂટેજ ની વિગત મુજબ વલસાડના ભાગડાવડામાં આવેલા આઇકોન એવન્યુ નામની સોસાયટીમાં વોચમેન અને સ્થાનિકો વચ્ચે મારામારીની ઘટના બની હતી. જેમાં પાણીના મુદ્દે ઉગ્ર બોલા ચાલી મારા મારી સુધી પહોંચી હતી. જે સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મારામારીની ઘટના બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી .અને મામલો થાળે પાડ્યો હતો.