મહેસાણા શહેરની હોટલ રેસ્ટોરન્ટમાં આવતા લોકો ને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે અને ખોરાકને ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી મહાનગરપાલિકા ના ફૂડ ઇન્સ્પેક્ટર મારફતે તપાસ કરવામાં આવી હતી. એમ એમ સી ના ફૂડ વિભાગ દ્વારા તપાસમાં રસોઈયા નખ કાપ્યા વગર એપ્રોન કે માસ્ક પહેર્યા વિના જ રસોઈ બનાવે છે જેવા 60 હોટલ રેસ્ટોરન્ટ સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી.