દિયોદર: મગફળી ખરીદ કેન્દ્રો પર ખેડૂતો પાસે 5 કે 8 રૂપિયા લેવાતા હોવાના આક્ષેપો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરતા નવીનભાઈ ચૌધરી
જિલ્લા આપ પાર્ટી ઉપાધ્યક્ષ અને દિયોદર કર્ણાવતી ડેરી વાળા નવીનભાઈ ચોધરી એ ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા જેમાં ટુક સમયે દિયોદર લાખણી સહિત અનેક જગ્યાએ ટેકાના ભાવે મગફળી ખરીદી માટે મંડળીઓ ને પરવાનો અપાયો જેમાં ખેડૂતો પાસેથી ગુણી દીઠ 5 થી 8 રૂપિયા દરેક જગ્યાએ વસુલ કરાય છે જે ખરેખર સરકારQતો બિલ્કુલ એકપણ રૂપિયો ખેડૂતો પાસેથી લેતી નથી તેવું જે તે વિભાગો સાથે ટેલિફોન પર વાત કરતા સ્પષ્ટપણે કરાયું છે ત્યારે કોઈ ખેડૂતો રૂપિયા ન આપવા વાઈરલ વીડિયોમાં અપીલ કરી