ખેરાલુ: નળુ ગામે જુગાર રમતા 3 ઈસમો 4380/-ના મુદ્દામાલ સાથે ઝડપાયા
ખેરાલુ પોલીસને બાતમી મળી હતી કે નળુ ગામે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે પોલીસે બાતમીના આધારે રેડ કરતા ખુલ્લી જગ્યામાં 3 ઈસમો જુગાર રમતા ઝડપાય ગયા હતા. પોલીસે અંગ જડતી દરમ્યાન 4380/-નો મુદ્દામાલ મળી આવતા ત્રણેયની અટકાયત કરી ગુનો દાખલ કર્યો છે