માણસા: ઈટાદરા ગામે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો#dussera
ગુરૂવારે દેશભરમાં દશેરા પર્વનો તહેવાર ઉજવાયો હતો. ઠેર ઠેર શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગુરુવારે સવારે 10 વાગ્યે ઇટાદરા ગામે બહુચર માતાજી મંદિરે શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગામના યુવાનો દ્વારા પરંપરા મુજબ શસ્ત્રોનું વિધિવત રીતે પૂજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. ભારતમાં આદિકાળથી શસ્ત્રોની પૂજા કરવાની પરંપરા પ્રચલિત છે.