હાલોલ: તાજપુરા ખાતે આવતીકાલે બુધવારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમને તંત્ર દ્વારા આખરી ઓપ અપાયો
હાલોલ તાલુકાના તાજપુરા ખાતે આવતીકાલે બુધવારે સવારે 10:00 કલાકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાનાર છે.જેમાં શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા તાજપુરાના વિરાટ નારાયણ વન ખાતે 25001 આયુર્વેદિક વૃક્ષોનું વૃક્ષારોપણ નો કાર્યક્રમ આવતીકાલે યોજાનાર છે.જેમાં મુખ્યમંત્રીની હાજરીમાં યોજનાના આ કાર્યક્રમમાં હજારોની જન્મે ની ઉપસ્થિત થનાર છે. જેને લઈને આજે મંગળવારે કામગીરીને તંત્ર દ્વારા આખરી ઓપ અપાયો હતો.