મહેમદવામાં જુગાર રમતા 6 ઇસનો ઝડપાયા. મહેમદાવાદમા આવેલ પંડ્યા ફાર્મની પાછળ આવેલ ખુલ્લામાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે બાતમી પોલીસની મળતા બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી.જેથી પોલીસે ચારે તરફથી કોર્ડન કરી રેડ પાડી 6 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા દાવ ઉપરની રોકડા 800 અને 6 ઈસમોના અંગઝડતીમાંથી 14,200 રૂપીયા મળી કુલ રૂ.15020 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.