ખેરાલુ: આદિતપુર પાટીયા નજીક બાઈક ચાલક કાર સાથે ધડાકાભેર અથડાયો
ખેરાલુ સિદ્ધપુર હાઈવે પર આદિતપુર પાટીયા નજીક એક કાર સાથે બાઈક ચાલક પાછળના ભાગે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માત થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ઘાયલોને 108 મારફતે ખેરાલુ સિવિલ ખસેડાયા હતા જ્યાં એક યુવકને ગંભીર ઈજાઓ હોવાથી વડનગર સિવિલ ખસેડવામાં આવ્યો છે.