ગણદેવી: નવસારીના બીલીમોરામાં પોલીસ પર ફાયરિંગ કરનાર શાર્પ શૂટર ગેંગ પોલીસ જાપ્તામાં
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અને શાર્પ શૂટર ગેંગ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. હથિયાર આપવા આવેલા ગેંગના ઇસમોએ નાસવા માટે પોલીસ પર ગોળીબાર કર્યો હતો. જોકે, તાત્કાલિક કાર્યવાહી કરતાં પોલીસ દળે સ્થળ પર જ ઇસમોને કાબૂમાં લીધા હતા. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે, અને પોલીસે ઘટનાસ્થળેથી હથિયાર સહિત અન્ય પુરાવા જપ્ત કર્યા છે. હાલ શાર્પ શૂટર ગેંગના સભ્યો પોલીસ જાપ્તામાં છે અને આગળની પૂછપરછ ચાલુ છે.