ઉમરપાડા: વલારગઢ ખાતે આંટાફેરા મારી રહેલ દીપડો પાંજરે પુરાયો
વલારગઢ ગામે એક દીપડો પાંજરે પુરાયો છે. વન વિભાગે પશુઓના શિકાર અને દીપડાના વારંવાર દેખાવાના બનાવો બાદ ગોઠવેલા પાંજરામાં તે ફસાયો હતો.વલારગઢ ગામમાં દીપડાના દેખાવાના અને પશુઓનો શિકાર કરવાના બનાવો અવારનવાર બનતા હતા. આ કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. તાજેતરમાં, 1 ઓક્ટોબર, બુધવારના રોજ ફરી દીપડો દેખાતા ગામના સરપંચ ગુમાન ચૌધરીને જાણ કરાઈ હતી.