ઉના શહેરમાં વરુણદેવ ને રીઝવા વેપારીઓ એ મંદિરો માં ધ્વજા ચઢાવી પ્રાર્થના કરી.વેપારીઓ એ પોતાના વેપાર રોજગાર બંધ રાખી વરુણદેવ ને મનમુકી પધારવા પ્રાર્થના કરી.સમગ્ર ગુજરાત માં મેઘરાજા મન મૂકી ને વરસી રહ્યા છે. ઉના પંથક માં નહિવત વરસાદ વરસ્યો હોય ત્યારે ઉના ચેમ્બર ઓફ કોમર્સ તેમજ શહેર ના તમામ વેપારી એસોસિયેશન ના વેપારી બંધુઓ ગત સાંજના 5 વાગ્યે પોસ્ટ ઓફિસ ચોક ખાતે એકત્ર થયા હતા. અને વાજતે ગાજતે ધૂન ભજન કરતા કરતા પગપાળા ચાલીને ધ્વજારોહણ કરી પ્રાથઁના કરી.