ગાંધીનગર: શેરથા ગામના લોકોએ નરસિંહ ભગવાનની જમીનમાં કૌભાંડ મામલે મૌન રેલી યોજી
ગાંધીનગર શેરથા ગામે આવેલ નરસિંહ ભગવાનના મંદિરની જમીનમાં કૌભાંડ મામલેએ સ્થાનિકો દ્વારા કલેક્ટરને રજૂઆત કરી હતી. ત્યારબાદ સ્થાનિકો મોટી સંખ્યામાં મૌન રેલીમાં જોડાયા હતા. નરસિંહ મંદિરથી લઈને કમાન્ડી જમીન સુધી શેરથા ગામના યુવાનો, મહિલાઓ, વડીલો સહિત અનેક લોકો આ રેલીમાં જોડાયા હતા. અને રેલી છેડતાલ ટોલટેક્સ જે જમીન છે ત્યાં પહોંચી હતી.