જામનગર શહેર: સાંઢીયા પુલ પાસે મયુર એવન્યુ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને લઇ રહેવાસીઓ દ્વારા ચક્કાજામ
જામનગર શહેરના સાંઢીયા પુલ પાસે આવેલ મયુર એવન્યુ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી ભરાવાની સમસ્યા રહે છે, જેના પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, ગઈકાલ સાંજે સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, મહિલાઓ રોડ પર બેસી જતા વાહનોના થપ્પા લાગ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.