આજે તારીખ 16/10/2025 ગુરુવારના રોજ સાંજે 7 કલાકે ભારત આદિવાસી પાર્ટી તાલુકા પ્રમુખ દ્વારા આપેલ માહિતી અનુસાર આજરોજ ભારત આદિવાસી પાર્ટી (BAP) દ્વારા ઝાલોદ તાલુકા કક્ષાના નવા હોદેદારોની નિમણૂક કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન તાલુકા ઉપપ્રમુખ, મહામંત્રી, સંગઠન મંત્રી તેમજ સોશ્યલ મીડિયા પ્રભારી સહિતના હોદેદારોની યાદી જાહેર કરવામાં આવી.નવી ટીમની રચનાથી ઝાલોદ તાલુકામાં સંગઠન વધુ મજબૂત બનશે અને આદિવાસી હિતના પ્રશ્નો વધુ અસરકારક રીતે ઉઠાવવામાં આવશે.