ધોળકા: કૌકા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જન સભા યોજાઈ, ધોળકા તાલુકામાં પરિવર્તન લાવવા શપથ લેવાયા
તા. 14/09/2025, રવિવારે સાંજે 06 વાગે ધોળકા તાલુકાના કૌકા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૌકા ગામના ગ્રામજનો ઉપરાંત આસપાસના ગામોના ગ્રામજનો તથા આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ જન સભામાં ધોળકા તાલુકામાં પરિવર્તન લાવવા શપથ લેવામાં આવ્યા હતા.