સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ અંબિકા તાલુકાના ઉમરા ગામે સાંધરા ફળિયામાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આંટા ફેરાથી સ્થનિકો ભયભીત થઈ ઊઠ્યાં હતા તો બીજી તરફ ખેડૂતો પણ ખેતરે જવામાં ડરી રહ્યા હતા ત્યારે દીપડો હોવાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.જેમાં મુકેલા મારણ ને જોઈ દીપડો લલચાઈ જતા દીપડો આબાદ પાંજરે કેદ થઈ જવા પામ્યો હતો.દીપડો પાંજરે થતાં સ્થાનિકો એ રાહતનો દમ લીધો હતો.