જૂનાગઢ: ખળપીપળી ગામના 40 ખેડૂતો માટે વિકટ સમસ્યારૂપ બન્યો વાડી વિસ્તારનો રસ્તો, જિલ્લા પંચાયત પ્રમુખે કચેરીએથી પ્રતિક્રિયા આપી
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખડ પીપળી ગામના 40 જેટલા ખેડૂતો માટે બે હજાર ફૂટનો સિમ વાડી વિસ્તારમાં જવાનો મુખ્ય રસ્તો સમસ્યા રૂપ બનતા ખેડૂતો ભારે હાલાકી વેઠી રહ્યાં છે, ચોમાસા દરમ્યાન વરસાદી પાણી ભરાતા હોવાથી ખેડૂતો પોતાની વાડીએ પણ જઇ શકતા નથી, આ રસ્તા મુદ્દે ખેડૂતોએ મામલતદાર, ટીડીઓ, ધારાસભ્ય સહિતના ઓને અનેક રજુઆતો કરી છતાં વર્ષોની સમસ્યા નું હજુ સુધી કોઈ જ નિવારણ થયું નથી,ખેડૂતો માટે પોતાની વાડીએ ચાલીને જવું પણ દુષ્કર બન્યું છે.