મહુવા: અનાવલ ગામે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની ઉપસ્થિતિમાં વિકાસરથનું ઉમળકાભેર સ્વાગત કરતા ગ્રામજનો
Mahuva, Surat | Oct 11, 2025 વિકાસ સપ્તાહની ઉજવણી સંદર્ભે વિકાસરથ ગામે ગામ ફરીને વિકાસલક્ષી કાર્યોની વિગતો આપી રહ્યો છે ત્યારે આજરોજ મહુવા તાલુકાના અનાવલ ગામ ખાતે વિકાસ રથ આવી પહોચ્યો હતો. જયાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા સહિતના મહાનુભાવોએ સ્વાગત સાથે જનવિકાસલક્ષી કાર્યક્રમ યોજાયો હતો.