ગોધરા શહેર બી. ડિવિઝન પોલીસમથક વિસ્તારમાં પશુધારા ગુન્હામાં છેલ્લા ચાર માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો છે. પંચમહાલ જિલ્લામાં ફરાર આરોપીઓને પકડવા ઉચ્ચ અધિકારીઓના નિર્દેશથી જિલ્લા ગૌ-રક્ષા સ્કવોડ અને બી. ડિવિઝન પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાનગી બાતમીના આધારે ઇદગાહ મહોલ્લા તરફ જતા પુલ પાસે કોર્ડન કરી સાહિદ સાદિક હયાત નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો. તે ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ હેઠળ નોંધાયેલા ગુન્હામાં વોન્ટેડ હતો. પોલીસે