ધાનેરા: ધાનેરાના આલવાડા ગામમાંથી ₹7.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
બનાસકાંઠા LCB પોલીસે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારના આલવાડા ગામની સીમમાંથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે ટોયોટા કોરોલા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ 2154 બોટલ/ટીન જપ્ત કર્યા છે, જેની કિંમત ₹5,16,761/- છે. ગાડી સહિત કુલ ₹7,36,761/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.