વડોદરા: કલાલીમાં હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરનાર ઝડપાયો,કારમાંથી મળ્યા ત્રણ હથિયાર
વડોદરા : અટલાદરા પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી.ત્યારે કલાલી શીવમ શરણમ કોમ્પ્લેક્સ સામે એક શંકાસ્પદ ફોર્ચ્યુનર નંબર પ્લેટ વગરની જણાઈ આવતા તેને અટકાવી તપાસ કરતા કારમાંથી એક છરી, લાકડી અને બેઝ બોલનો ડંડો મળી આવ્યો હતો.પોલીસે કમિશનરના જાહેરનામા ભંગ બદલ રાજેશ માળીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.