મહારાષ્ટ્રમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ મેળવેલા શાનદાર વિજયની ખુશી આજે માણાવદરમાં પણ જોવા મળી હતી. આજે માણાવદર ભાજપ કાર્યાલય ખાતે વિજય ઉત્સવનો માહોલ જામ્યો હતો. આ ખાસ પ્રસંગે માણાવદરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી અને જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.