બારડોલીની કેસરકુંજ સોસાયટીમાં રહેતા 60 વર્ષીય અંગુરીબાઈ રાજેન્દ્ર અગ્રવાલ પલસાણા ખાતે શિવકથા સાંભળવા ગયા હતા. કથા પૂરી કરી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે સાબર હોટલની સામે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. MH-12-TV-8192 નંબરની મહિન્દ્રા પીકઅપ ગાડીના ચાલકે પોતાના કબજાનું વાહન ગફલતભરી રીતે હંકારી અંગુરીબાઈને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતા વૃદ્ધાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે પલસાણા આરોગ્ય કેન્દ્રમાં મોત નિપજ્ય