નાંદોદ: રાજપીપળા APH હાઈસ્કૂલ ખાતે લોકડાયરાની રમઝટ જામી : બિહાર ના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન ઉપસ્થિત રહ્યા.
આ લોકડાયરો માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં પરંતુ રાષ્ટ્રીય એકતા, સંસ્કૃતિ અને વિરાસતને ઉજાગર કરતો ઉજવણીનો ઉત્સવ બની રહ્યો હતો. સરદાર સાહેબના એકતા અને અખંડ ભારતના સંદેશને માયાભાઇ આહીરના સૂરોએ જનજન સુધી પહોંચાડ્યો હતો એ જ આ પ્રસંગની સૌથી મોટી સિદ્ધિ રહી હતી.