પાલ વિસ્તારમાં જાહેરમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર જનતારેડ મામલે પોલીસે કાર્યવાહી કરી.acp દીપ સિંહ વકીલે શુક્રવારે જણાવ્યું કે,બુટલેગર યગ્નેશ ઉર્ફે યોગેશ પટેલ ની ધરપકડ કરી.પાલનપુર ગામ સ્થિત મહાદેવ ફળિયામાં દેશી દારૂનું વેચાણ થતું હોવાની સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી.સ્થાનિક લોકો ત્યાં પહોંચ્યા હોવાની જાણ કંટ્રોલ રૂમ દ્વારા આપવામાં આવી હતી.બનાવ સ્થળે પોહચી પોલીસે યજ્ઞેશ ઉર્ફે યોગેશ મનહર પટેલ સામે દેશી દારૂના વેચાણ અંગેનો ગુનો દાખલ કર્યો છે.