માણસા: લાકરોડા-રંગપુર કેનાલ રોડ પર ટ્રેકટર-બાઇક વચ્ચે અકસ્માત: યુવક ઘાયલ#Accident
કોટવાસ અનોડિયા ખાતે રહેતા સિદ્ધરાજસિંહ અમરતસિંહ રાઠોડ બાઇક લઈને લાકરોડાથી અનોડિયા જઈ રહ્યા હતા. તે દરમ્યાન રંગપુરથી લાકરોડા તરફ આવતા કેનાલ રોડ પર GJ 18 BS 8930 નંબરના ટ્રેક્ટરે અચાનક યુ ટર્ન લેતા બાઇક અથડાતા અકસ્માત થયો હતો. જેમાં બાઇક સવાર યુવકને ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા હતા. યુવકને બે જગ્યાએ ફ્રેક્ચર થયું હતું. અકસ્માત મામલે યુવકે ટ્રેકટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.