ધોળકા: ધોળકા ખાતે બેંક ઓફ બરોડા SLBC દ્વારા ગ્રામ પંચાયત સ્તરીય અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
આજરોજ તા. 26/09/2025, શુક્રવારે સવારે 10.30 વાગે ધોળકા ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં બેંક ઓફ બરોડા SLBC દ્વારા ભારત સરકારના સેચ્યુંરેશન કેમ્પ અંતર્ગત ગ્રામ પંચાયત સ્તરીય અભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ દરેક ગામ અને દરેક વ્યક્તિ સુધી બેન્કિંગ સેવાઓ પહોંચાડવાનો અને અને સૌને વિત્તીય સુરક્ષા સાથે જોડવાનો રહ્યો હતો. આ પ્રસંગે શ્રી મનોજ એમ. અય્યપ્પન ( સંયુક્ત સચિવ, નાણાકીય સેવાઓ વિભાગ, ભારત સરકાર ) ખાસ હાજર રહેલ.