વાવ: વાવ - થરાદ જિલ્લાના કોલાવા, ચોટીલ, ટડાવ માર્ગ પર રીસરફેસિંગની કામગીરી શરૂ કરાઈ
માર્ગ અને મકાન વિભાગ પેટા વિભાગ થરાદ દ્વારા કોલાવા થી ચોટીલ થઈ ટડાવને જોડતા માર્ગ પર રીસરફેસિંગની કામગીરી શરૂ કરાઈ છે. આ માર્ગ વાવ-થરાદ જિલ્લામાં આવેલ ભારે વરસાદ તથા પાણી ભરાવાને કારણે નુકસાનગ્રસ્ત બન્યો હતો અને વાહન વ્યવહાર માટે તાત્કાલિક બંધ કરાયો હતો. હવે પાણી ઉતરતા તાત્કાલિક તબક્કે માર્ગનું નિરીક્ષણ કરીને મરામત અને રીસરફેસિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે.