સતલાસણા: ટીંબા નજીકથી ખનીજચોરી કરતા 3 ડમ્પરો ઝડપાયા, દંડ વસૂલી છોડી દેવાયા
સતલાસણાના ટીંબા નજીકથી ગેરકાયદેસર ખનન ભરેલા 3 ડમ્પરોને ભૂસ્તર વિભાગે અટકાવી તપાસ કરતા કોઈ દસ્તાવેજ ન મળી આવતા કબજે કરાયા હતા. બાદમાં ડમ્પર માલિકોએ 7.17 લાખનો દંડ ભરી દેતા વાહનોને છોડી મુકાયા હતા. ઉલ્લેખનીય છે કે સતલાસણા આંબાઘાટા વિસ્તારમાં અનેક ડમ્પરો ગેરકાયદે ખનન કરતા ફરી રહ્યા છે