વડનગર: વડનગર પોલીસે જુના બસ સ્ટેશનથી 3 અને ગેસ ઓફિસ નજીકથી નશો કરેલી હાલતમાં 1 મળી કુલ 4 લોકોને ઝડપ્યા
વડનગર પોલીસે તહેવારોને ધ્યાને રાખી સપાટો બોલાવતા બસ સ્ટેશન પાસેથી 3 જ્યારે ગેસ ઓફિસ નજીકથી 1 ગાડી ચાલક મળી કુલ 4 લોકોને નશો કરેલી હાલતમાં ઝડપી લીધા છે. 3 લોકો ચાલતા જ્યારે 1 ઈસમ ગાડી સાથે ઝડપાયો છે. તમામ લોકો ખેરાલુ તાલુકાના બાજપુરના હોવાનું ફરિયાદમાં સામે આવ્યું છે.