ઉધના: સુરત: લિંબાયતમાં તાજિયાના જુલુસ દરમિયાન મહિલાને ચાકુ બતાવી ખંડણી અને મારામારી કરનાર કુખ્યાત આરોપી ઝડપાયો
Udhna, Surat | Sep 15, 2025 સુરતના લિંબાયતમાં તાજેતરમાં તાજિયાના જુલુસ દરમિયાન એક મહિલાને ચાકુ બતાવી ખંડણી અને મારામારી કરવાના આરોપમાં પોલીસે કુખ્યાત આરોપી સુલતાન ચીમકી નજીર શેખને ઝડપી પાડ્યો છે. આ આરોપી સામે અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. લિંબાયતમાં તાજિયાના જુલુસ દરમિયાન આરોપી સુલતાન શેખે એક મહિલાને રોકી હતી. તેણે મહિલાના ગળા પર ચાકુ રાખી રૂપિયા 2,000ની માગણી કરી અને જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.