મોરબીમાં કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમકલ્સ, વૈજ્ઞાનિક અને સંસદીય બાબતો રાજ્યમંત્રી કૌશિક વેકરિયા આજરોજ ગુરુવારે મોરબી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હોય, દરમિયાન તેમણે મોરબી કલેકટર કચેરી ખાતે જિલ્લા બાર એસોસિએશનના પદાધિકારી સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મોરબી પ્રભારી તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.