ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્ધારા આયોજીત ખેડૂત ચેતના યાત્રાનો પ્રારંભ કિશનાડ ખાતેથી થયો હતો જેમાં ખેડૂતોની ટાવર લાઈન તેમજ ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય અને ટાવર નાખવા મુદે સમાન વળતરની માંગ સાથે કિશનાડ ગામથી શરૂ થયેલી યાત્રા ટંકારીયા, સિતપોણ, હિગ્ગલા, કોઠી, ત્રાલસા, ત્રાલસી, મહુડલા, દેરોલ, મનુબર, કરમાડ, દેત્રાંલ, હિગ્લોટ, દશાન, વેડવાડા થઈ મોડી સાંજે કુકરવાડા ખાતે આવી પહોંચતા પદયાત્રાનું સમાપન થયું હતું.