વાવ: સ્વરૂપજી ઠાકોર ને મંત્રી પદ મળતા સરહદી પંથકમાં ખુશીનો માહોલ ઠેર ઠેર જગ્યાએ સ્વરૂપજી ઠાકોરનું સ્વાગત કરવામાં આવ્યુ..
વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને મંત્રી પદ મળતાં સરહદી પંથકમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સમગ્ર ગુજરાતમાં વાવ વિસ્તારનો વટ રહેતા સ્થાનિકો તેમજ ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વાવ થરાદ વિસ્તારને વિકાસના કામોને મળશે સ્વરૂપજી ઠાકોરનું આજે ઠેર ઠેર વિસ્તારોમાં ઢોલ અને સામૈયા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.મહિલાઓએ માથા પર હાથ રાખી સ્વરૂપજી ઠાકોરને આશીર્વાદ આપ્યા હતા..